
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૦૯/૦૫/૨૦૨૪ ના ગુરુવારના રોજ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શેઠ આર.જે.જે.હાઇસ્કુલ, નવસારી એ અનેરી સિધ્ધિ હાંસલ કરી છે. શેઠ આરજેજે હાઇસ્કુલનો વિદ્યાર્થી સામાન્ય પરિવારમાંથી આવતો જતીન પ્રભાકરભાઇ મરાઠે એ ૯૬ ટકા પ્રાપ્ત કરી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. તેઓએ ત્રણ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. વૃંદાવન સોસાયટી, જમાલપોર, નવસારી ખાતે રહેતા જતીન મરાઠેના પિતા શ્રી પ્રભાકરભાઇ મહેન્દ્ર બ્રધર્સમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે જયારે તેમની માતા વર્ષાબેન મરાઠે ગૃહિણી છે. જતીન મરાઠેને શાળાના આચાર્ય શ્રી અમિષ મહેતા અને શિક્ષકમિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
[wptube id="1252022"]