
વિજાપુર પોલીસ વિભાગ દ્વારા લોન ધિરાણ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા શહેર પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો ના ત્રાસ માંથી મુક્તિ અભિયાન અંતર્ગત ગુરુવારના રોજ ટાઉન હોલ ખાતે નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક ના અધ્યક્ષતામાં લોન ધિરાણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઘણી વખત વ્યાજખોરી ના ચક્કર માં ફસાયેલા લોકો મુદ્દલ રકમ કરતા પણ વધુ રકમ ચૂકવીને પણ વ્યાજ માંથી મુક્ત થતા નથી ત્યારે વ્યાજખોરી માં ફસાયેલા વ્યક્તિ ને આપઘાત કરવાનો વારો આવતો હોય અને પરિણામ આખા પરિવાર ને ભોગવવો પડે છે વ્યાજખોરો ની ધમકી તેમજ આપેલા ચેકોમાં વધુ રકમો ભરી ને ચેક પરત ના કેસો કરી કેટલાક લોકો ફસાઈ જતા હોય છે જેમાં ઘણા એવા વ્યાજખોરો ધમકી ઓ આપી માનસિક હેરાનગતિ થતી હોય છે ત્યારે પાકુ વ્યાજ લઈ ધંધો કરતા ઈસમો દ્વારા ફસાયેલા વ્યક્તિઓ બહાર લાવવા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો માંથી મુક્તિ અંતર્ગત અભિયાન ચાલી રહ્યુ છે જે અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા જરૂરિયાત વાળા કઈ રીતે ધંધો કરવા કોની પાસેથી નાણાકીય વ્યવહાર કરી શકે અને ધંધો કરી શકે જે નો માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોન ધિરાણ માટે જુદીજુદી બેંકો ના મેનેજરો ઉપસ્થિત રહી નાના વેપારીઓને લોન મેળવવા માટે નું માર્ગદર્શન આપ્યુ હતુ તેમજ ધંધા માટે સરકારી વિવિધ યોજનાઓ નો લાભો લેવા તેમજ ઉધોગ સહાય માટે સરકાર ની યોજનાઓ નો લાભ લઇ શરાફી વ્યાજ થી બચી શકાય અને વ્યાજખોરો ના ચુંગાલમાંથી બચી શકાય તે માટે બેંકોના કર્મચારીઓ તેમજ ઉપસ્થિત અધિકારી ઓ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું