
ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ખેડૂતો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઈ ગયા હતા ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ ગયો હતો જ્યારે હજુ ચોમાસાને બે માસનો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો જેમાં ડીસા તાલુકાના વાહરા ગામે પાણી પહોંચતા ભુર્ગભ જળની સતત ચીંતા કરતા દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત, ભાજપના કાર્યકર્તા આગેવાનો, ખેડૂતોએ બનાસ નદીના નવા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, વાહરા ગામના સરપંચ અરજણભાઈ છત્રાલિયા,પૂર્વ સરપંચ બચુજી ઠાકોર, છત્રાડા શક્તિ કેન્દ્રના પ્રમુખ અલ્પેશજી ઠાકોર, ગીરધનજી ઠાકોર, ડીસા તાલુકા પ્રમુખ રામુજી બોકરવાડિયા, મહામંત્રી બાબુભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ લેબાજી ઠાકોર, ભીલડી પીએસઆઇ, એ.કે.દેસાઈ સહિત ભીલડી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…..
રિપોર્ટર ભરત ઠાકોર ભીલડી








