HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે બે લાખ ઉપરાંત માઇ ભક્તો દર્શનાર્થે ઉમટયા

તા.૨૬.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માતાજીના ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું.પાંચમા નોરતે બે લાખ જેટલા માઈ ભક્તો એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.માતાજીની આરાધનાનુ પાવન પર્વ એટલે ચૈત્રી નવરાત્રી,આજે નવરાત્રીનું પાંચમું નોરતું અને રવિવારની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી ઉમટી પડ્યા હતા.જેને લઇ પાવાગઢ તળેટી,ચાપાનેર, માચી ડુંગર મંદિર પરિષદ સહીત ઠેર ઠેર માનવ ઉભરાયું હોય તેમ જોવા મળ્યું હતું. તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. જેને લઈ પોલીસે કોઈ ને તકલીફ ન પડે તેવી રીતે રોડ ની સાઈડ ઉપર વાહનો પાર્ક કરાવવાની ફરજ પડી હતી. આજે યાત્રિકોનો ઘસારો વધારે હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરનો નીજદ્વાર ભક્તોના દર્શનાર્થે વહેલી સવારે ચાર કલાકે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માતાજીના દર્શન ખુલતાની સાથે ભક્તો દ્વારા જય માતાજીના જયઘોષથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યુ હતુ.ચૈત્રી નવરાત્રી દરમ્યાંન ગુજરાત સહીત અન્ય પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ, રાજસ્થાન વિગેરે રાજ્યો માંથી માઇ ભક્તો મોટી સંખ્યા માં ઉમટી પડતા હોય છે.હાલ માં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રી પર્વને લઈ આજે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી.યાત્રિકો ની સંખ્યા વધારે હોવાથી એસ ટી નિગમ દ્વારા રાત્રી ના બાર વાગ્યાથી બપોર ના બે વાગ્યા સુધી 1312 અપ એન ડાઉન ટ્રીપ મારી 59000 મુસાફરો સવાર થયા હતા.જે ને લઈ એસ ટી નિગમ ને 10 લાખ ઉપરાંત ની અવાક થઈ હતી.જ્યારે ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિર માં લઇ જવા બાબતે પ્રતિબંધ ને લઈ ભક્તો જ્યાં ફાવે ત્યાં શ્રીફળ વધેરે છે. ખાસ કરીને પ્રથમ પગથિયાં નજીક વધેરે છે જેને લઈ વધરેલ શ્રીફળના ટુકડા અને તેનું પાણી લોકો ના પગ નીચે આવે છે.જ્યારે યાત્રિકોની સંખ્યા વધારે હોવાથી પી.એસ.આઈ એ જાતે મંદિર માં ઉભા રહી દર્શન કરાવી યાત્રિકોને આગળ કરતા જોવા મળ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button