
17 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે આજ રોજ ૧૭ જૂન ના રોજ નવમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે સવારે ૭.૪૫ વાગ્યે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગર તથા કોલેજના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓએ વરસાદ અને બીપરજોય વાવાઝોડાના માહોલ હોવા છતાં પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તથા કોલેજના વિદ્યાર્થીઓ ગુગલ મીટના માધ્યમથી ઓન લાઈન જોડાયા હતા.કાર્યક્રમમાં યોગ નિષ્ણાત તરીકે નીયન્તાબેન જોશી ઉપસ્થિત રહયા હતા તથા સૂર્યનમસ્કાર કરાવ્યા હતા. આર્ટસ કોલેજના પ્રોફેસર તથા યોગ નિષ્ણાત ડૉ. મિહિર દવેએ કાર્યક્રમની રૂપરેખા સમજાવી તથા યોગ અને સૂર્ય નમસ્કારનું આપણા આરોગ્ય સાથેનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન પ્રો. આર.ડી. વરસાતે કર્યું હતું.








