BANASKANTHATHARAD

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ રક્તદાન કેમ્પની મુલાકાત લીધીઃ સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં ૨૭૧ બ્લડની બોટલ એકત્ર કરાઈ

6 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બનાસકાંઠાના લાલાવાડા ખાતે આવેલ માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લીશ મીડીયમ વિદ્યાસંકુલ ખાતે અર્બુદા માતાજીના રજતજયંતિ મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ સુધી ચાલેલ 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞમા પુરા ભારતભરમાંથી લાખોની સખ્યાંમાં ભાવિકભક્તો દર્શનાર્થે આવતા હોવાથી શ્રી ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત ત્રણ દિવસ સુધી રક્તદાન તેમજ બનાસ મેડીકલ કોલેજ દ્વારા આઈ.સી.યુ. સાથેની હોસ્પિટલની વ્યવસ્થા તેમજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લઇ બ્લડ ડોનેટ કરનાર યુવાનોના કાર્યને બિરદાવ્યું હતું.
આ મેડીકલ કેમ્પને બનાસ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરી, શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખશ્રી કેશરભાઇ ભટોળ, બનાસ ડેરીના એમ.ડી. શ્રી સંગ્રામભાઈ ચૌધરી, ચીફ એક્ઝીક્યુટીવ ડો. મનોજ સતેગીરી સહિત અગેવાનોનાહ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મા અર્બુદા માતાજીના રજતજયંતિ મહોત્સવ પ્રસંગે દર્શનાર્થે આવતા માઈભક્તોએ સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના સેવાભાવી રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરી આ રકતદાન કેમ્પમાં ઐતિહાસિક સફળતા અપાવી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ- ૨૭૧ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને મેડિકલ કેમ્પમાં કુલ- ૫૪૭ કેશો નોધાયા હતા જેમાં તાવ, માથું, પેટમાં દુખાવો જેવા કેશોની તપાસ કરાઈ હતી. મેડીકલ તેમજ રક્તદાન કેમ્પમાં ત્રણ દિવસ માટે ૫૫ જેટલા ડોક્ટર નર્સિગ સ્ટાફ સહીત સિવિલ સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો. રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ બેંકના પ્રોફેસર હેડ ડો. રૂપમ જૈન તેમજ બ્લડ બેંકની ટીમની કામગીરી સરાહનીય રહી હતી. આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે લોહીની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button