
વાત્સલ્યમ સમાચાર
દાનસિંહ વાજા ગીર સોમનાથ
ગુજરાત ના સૌરાષ્ટ્ર પંથકના દરિયાઈ પટ્ટીમાં રહેતા અને સાગર ખેડૂત તરીકે ઓળખાતા ખારવા સમાજ અત્યંત લાગણીશીલ અને સેવાભાવી હોય છે આ મારો નાનપણ નો અનુભવ છે એવા જ ખારવા સમાજના એક કુટુંબ અને સેવાભાવી ભાઈ શ્રી જીતુભાઈ કુહાડા ના સુપુત્ર ભાઈ શ્રી ઇન્દ્ર જીતુભાઈ કુહાડા, રાજકોટની ઐતિહાસિક રાજકુમાર કોલેજ ની ફૂટબોલ ટીમ ના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે
સમસ્ત ખારવા સમાજનું ગૌરવ શ્રી ઈન્દ્ર જીતુભાઈ કુહાડા જે ઐતિહાસિક અને દેશની પ્રખ્યાત રાજકુમાર કોલેજ રાજકોટ ફૂટબોલ ટીમની કેપ્ટનશિપ કરવા જઈ રહ્યાં છે .ઐતિહાસિક અને દેશની પ્રખ્યાત રાજકુમાર કોલેજની ટીમ રાજસ્થાનમાં ફૂટબોલ રમવા જઈ રહી છે જેની કેપ્ટનશિપ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડાના સુપુત્ર શ્રી ઈન્દ્ર જીતુભાઈ કુહાડા કરશે તેમના પિતા હર હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જોવા મળે છે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા ક્રિકેટરો માટે તેમને ઘણું બધું યોગદાન આપેલ તેમના જ સુપુત્ર હવે ઐતિહાસિક દેશની પ્રખ્યાત રાજકુમાર કોલેજ ફૂટબોલ ટીમમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે તે માટે શ્રી ઈન્દ્ર જીતુભાઈ કુહાડાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારત દેશનું નામ રોશન કરી ખારવા સમાજ ઘરેણું બને તેવી સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના ખારવા સમાજની લાગણી અને આશીર્વાદ ઇન્દ્રભાઈ જીતુભાઈ કુહાડા સાથે છે.










