GUJARATLUNAWADAMAHISAGAR

પતિ તથા સાસુ વહુના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહીસાગર. 

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પતિ તથા સાસુ વહુના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહીસાગર.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ વર્ષીય પરણીતા એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમને પતિ તથા સાસુ સસરા માનસિક તથા શારીરિક ત્રાસ આપે છે આથી મદદની જરૂર છે.

મહીસાગર ૧૮૧ ટીમ પરણીતાએ આપેલ સરનામે પહોંચી કાઉન્સિલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેમને પતિ મારઝૂડ કરે છે તથા સાસુ સસરા તેમના પતિને ચડાવી મારઝૂંડ કરાવે છે તથા નાની નાની બાબતમાં માનસિક ત્રાસ ગુજારે છે અને કમાઈ ને ઘરમાં કઈ ચીજ વસ્તુઓ લાવતા નથી અને નાની બાબતમાં હાથ ઉપાડે છે દીકરી નો જન્મ થયો ત્યારથી વધારે હેરાનગતિ કરે છે પરણીતા ના પતિ કોઈના જોડેથી પૈસા લાવે છે તો તે પૈસા કઈ જગ્યાએ વાપરે છે તેનો હિસાબ પણ આપતા નથી અને ખોટા રસ્તે વાપરે છે અને ખોટા ખર્ચા કરે છે અને પરણીતાને કંઈ મહત્વ આપતા નથી. આથી ૧૮૧ ટીમે પરણીતા ના પતિ તથા સાસુ સસરા સાથે વાતચીત કરી લાંબા ટાઇમ સુધી સમજાવટ કરી કે આવી માનસિક તથા શારીરિક હેરાનગતિ કરવી નહીં તથા સંપીને રહેવું તેમને જાણવાની ફરજ છે પતિ પૈસા લાવીને ખોટા રસ્તે વાપરે એ ના ચાલે અને સાસુને પોતાના દીકરાને ચડાવી પુત્ર વધુને હેરાન ગતિ કરાવવી નહીં તેમ સમજાવેલ અને પરણિતાને કાયદાકીય માહિતી આપી હતી. તથા પરણીતા ના પતિ અને સાસુ સસરા એ બાહેધરી આપી હતી કે હવે પછી અમે કોઈ પણ પ્રકારની હેરાન ગતિ કરીશું નહીં. પરણીતા તથા તેમના સાસરી વાળાએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button