કાંકરેજ તાલુકાના જાખેલ, નેકારીયા,થરા સહિત અનેક ગામોમાં વાવાઝોડાથી ઝાડ સાથે પતરા ઉડ્યા જાન હાની ટળી

16 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ ગયું છે.હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા ના જિલ્લાઓમાં લેન્ડફોન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે,જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે.આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.વાવાઝોડાના કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચા મકાનના છાપરા ઉડવા લાગ્યા છે. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ છે.બિપરજોરના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. એક બાજુ,તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે.આ વચ્ચે કાંકરેજ તાલુકામાં પણ વાવાઝોડાએ વિનાશ નોતર્યો છે.મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના જાખેલના પટેલ કાનજીભાઈ જગમાલભાઈ ના ખેતરમાં ગુરૂવારના રોજ સાંજે ત્રાટકેલ વાવાઝોડાએ વિનાશ નોતર્યો છે.કાનજીભાઈ પટેલ તથા તેમના ધર્મ પત્ની બબીબેન બંને અપંગ હોવા છતાં ખેત મજૂરી સાથે ગાય તથા ભેંસ રાખી તેમનું ગુજરાન ચલાવતા હતા જોરદાર વાવાઝોડું આવતા ૫૦ ફૂટનો તબેલો ૨૦ફૂટ જેટલો ઊંચો હવામાં ઉડી લગભગ ૧૦૦ ફૂટ દૂર ફેંકાયો હતો તબેલામાં રહેલ ૨ ભેંસ,૧ ગાય તેમજ ૨ વાછરડા સહી સલામત બચી ગયા હતા.સેડ ઉડવાથી ૩ ઝાડ ધરાસાઈ થતા બોરની પાઈપો તથા લોખંડ ને નુકશાન થવા પામ્યું હતું.જ્યારે જોષી હસમુખભાઈ તેજાભાઈ ના ખેતરમાં ભાગીયા તરીકે ખેતમજૂરી કરતા જીગાજી ઠાકોર (રૂવેલવાળા) ના ૧૨ ફૂટના ૭ જેટલા ઢાળીયાના પતરા ઉડી જતા રહેવા માટે આફત આવી પડી છે.આ ઘટનાની જાણ થતાં કાકરેજ ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભૂપતજી એન.મકવાણાને થતા તાત્કાલિક ખબર અંતર પૂછ્યા હતા.જ્યારે નેકારીયા ખાતે પ્રજાપતિ ગોવિંદભાઈ રામાભાઈ (ભાગત) ના ખેતરમાં બોર નો વિજપોલ ધરાસાઈ થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.થરા ખાતે દિયોદર રોડ પ્લાસ્ટિક ના છાપરા બાંધી ને રહેતા વિચરતી જાતિના લગભગ ૨૫૦ લોકોને વાવાઝોડા થી બચવા થરા નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા સહિત વહીવટી તંત્રે થરા ખાતેની મોડલ સ્કૂલમાં સેલ્ટર હોમ ઊભો કરીને ત્યાં સ્થળાંતર કરવાની કામગીરી કરી હતી ત્યારે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અન્ય મેડિકલ ક્ષેત્રની સુવિધા વહીવટી તંત્રએ ઊભી કરી હતી.થરા ની સાઈ ટાઉનશિપ સોસાયટી દ્વારા રોટલા શાક ની સેવા સેલ્ટર હોમ માં રહેલા ઝુંપડી પટ્ટી વિસ્તારના લોકોને સોસાયટી ના રહીશોએ ઉઘરાવીને સેવામાં સહભાગી થયા હતા તેમ સોસાયટીના પૂર્વ પ્રમુખ અમૃત ઠાકોરે તથા આ માહિતી આપતાં નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.
મો







