KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર મેઈન બજારમાં તકલાદી રોડ ને કારણે ગંદકી નું સામ્રાજ્ય.તપાસ ની માંગ.

તારીખ ૨૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર મેઈન બજારમાં લે ભાગું કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવેલ પરંતુ આ રોડ માપ તાલ વગર બનાવવામાં આવેલ હોય સ્થાનિક રહીશો દ્વારા વપરાશ વાળું પાણી આખા રોડ ઉપર પથરાય છે અને આ પાણીને લીધે આ વિસ્તાર ના દુકાનદારો તેમજ રહેણાંક વાળા સ્થાનિકો ને ઘણી તકલીફો પડી રહેલ છે ગ્રામ પંચાયત માં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યા નું કોઈ નિરાકરણ આવતું નથી તેમજ આ રોડ કોના દ્વારા બનાવેલ છે અને કયા અધિકારી એ સર્વે કરેલ છે તે જણાવવામાં આવતું નથી આ રોડ બારોબાર કોન્ટ્રાક્ટ આપ્યા વગર બનાવેલ છે કે કેમ? જેમા કોઈ જવાબદાર અધિકારી એ મુલાકાત લીધેલ છે કે કેમ? અને આ રોડ કઈ ગ્રાન્ટ માંથી બનાવેલ છે તેની તપાસ કરવી જરૂરી છે અને વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ નહીં આવેતો આવનારા દિવસોમાં ગ્રાજનો દ્વારા એક આવેદન પત્ર આપવા આવનાર છે અને આ રોડ ની ઊચ્ચ અધિકારી દ્વારા તપાસ અને ચુકવણી કેવી રીતે કરેલ છે તેની તપાસ પણ કરવાની માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button