
વાત્સલ્યમ્ સમચાર
પ્રિતેશ પટેલ-
વાંસદા
વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખના નેજા હેઠળ ગામે ગામના સરપંચો આજે ફરી વિકાસના કામો ગ્રામ પંચાયતને નહીં આપી અન્ય મંડળીઓ પાસે કરાવવા સામે વિરોધ સાથે ટીડીઓની મુલાકાત કરતા સંતોષકારક જવાબ નહીં આપતા સરપંચોના તેવર બદલાયા છે. સોમવારથી ત્રણ દિવસ સુધી પોતાના હક માટે પ્રતિક ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.
વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકાની ગ્રામ પંચાયતોને 5 લાખના વિકાસકામો નહીં આપી અન્ય મંડળીઓ કે એજન્સી પાસે કામનાં ઠરાવનો વિરોધ છે.
[wptube id="1252022"]








