ENTERTAINMENT

‘ઉલઝ’માં જોવા મળ્યો જાહ્નવી કપૂરનો અલગ અવતાર

જાહ્નવી કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘ઉલઝ’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિવીલ થઈ ગયું છે. જાહ્નવી કપૂર ‘ઉલઝ’માં IFS ઓફિસરની ભૂમિકામાં જોવા મળી રહી છે. સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી ‘ઉલઝ’ની સ્ટોરી એક યુવા રાજદ્વારી વિશે છે, જે પોતાના દેશની સાથે-સાથે પોતાની સામેના ષડયંત્રને રોકવાનો પ્રયાસ કરે છે. ‘ઉલઝ’ના ટીઝરમાં જાહ્નવી કપૂરનો અવતાર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યો છે, જ્યારે ગુલશન દૈવેયાના અવાજે ફિલ્મની ઉત્તેજના ચાર ગણી વધારી દીધી છે.
‘ઉલઝ’ના ટીઝર વીડિયોની શરૂઆતમાં જાહ્નવી કપૂરના પાત્ર સુહાનાને ગુલશન દૈવેયાના અવાજમાં રજૂ કરવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં ગુલશન દૈવેયાનો અવાજ સુહાના એટલે કે જાહ્નવીને પૂછતો સંભળાય છે – ‘તમને શું લાગે છે, તેં જે કર્યું તે દેશ માટે હતું…’ પછી જાહ્નવી કપૂર ઘણા રાજદ્વારીઓની મીટિંગમાં હાજરી આપતી અને ગુપ્ત રીતે કેટલાક દસ્તાવેજોના ફોટા લેતી જોવા મળે છે. ત્યારે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે – ‘દેશદ્રોહ, વફાદારી, આ બધા શબ્દો છે સુહાના જેમાં ફક્ત આપણાં જેવા લોકો જ ફંસાય છે…’ ઘણા બધા સસ્પેન્સ અને સવાલોને છોડીને ‘ઉલઝ’ના ટીઝરના અંતમાં જાહ્નવી કપૂરનો ડાયલોગ આવે છે. – ‘રાજદ્રોહની કિંમત જીવ માત્ર જીવથી જ ચૂકવી શકાય છે. જીવ આપીને અથવા લઈને. ત્યારે જાહ્નવી કપૂરનો એક્શન અવતાર પણ જોવા મળે છે.
સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ‘ઉલઝ’નું ટીઝર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. ‘ઉલઝ’માં જાહ્નવી કપૂર સાથે ગુલશન દૈવેયા અને રોશન મેથ્યુ લીડ રોલમાં જોવા મળશે. રાજેશ, સચિન ખેડકર, રાજેન્દ્ર ગુપ્તા, જિતેન્દ્ર જોશી સહિત ઘણા કલાકારો પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર સ્ટારર ‘ઉલઝ’ના ટીઝરની સાથે મેકર્સે થિયેટરમાં ફિલ્મ રિલીઝની તારીખ પણ ઓફિશિયલી એનાઉન્સ કરી છે. આ ફિલ્મ 5 જુલાઈ, 2024ના રોજ થિયેટરમાં આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button