
વિજાપુર શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેલ્વે સ્ટેશન બસ ડેપો નજીક આવેલ શ્રી જબરેશ્વર મહાદેવ ના મંદિર ખાતે ત્રીદેવો નો પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદીર ખાતે ઇષ્ટદેવ વરુણદેવ બળિયાદેવ સહિત ત્રણ દેવો ના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અંગે મહાદેવ ના મંદિરના મહારાજ સુરેશભારથી ગોસ્વામી એ જણાવ્યું હતુંકે મંદિર ખાતે ત્રિદેવોના પ્રાણપ્રતિષ્ઠા ભૂદેવો ની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે 12:39 મીનીટે કરવામાં આવી હતી. જેમાં આસપાસ ના લોકોની ભારે ભીડ જામી હતી. કાર્યક્રમ સાથોસાથ પ્રસાદી નું વિતરણ કરવમાં આવ્યું હતુ પ્રસાદી મેળવી મહાદેવ ના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી હતી.
[wptube id="1252022"]