PADDHARIRAJKOT

પડધરીમાં સ્થળાંતરિતોના આશ્રયસ્થાનની મુલાકાત લઈ માનવતાવાદી અભિગમ દાખવતા કલેક્ટરશ્રી પ્રભવ જોષી

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આશ્રયસ્થાનમાં ઉપલબ્ધ બચાવ સંબંધી સામગ્રી અને વહીવટી તંત્રની કામગીરીનો તાગ મેળવ્યો

રાજકોટ જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સામે બચાવ અર્થે વહીવટી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ પડધરીમાં સ્થળાંતરિતોના આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ સ્થળાંતરિત લોકો સાથે વાતચીત કરી માનવતાવાદી અભિગમ દાખવ્યો હતો.

રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલી ગીતાનગર તાલુકા શાળામાં છાપરાંવાળા મકાનમાં રહેતા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા તથા ઘર ન હોય તેવા જરૂરિયાતમંદ લોકોને આશરો આપવામાં આવ્યો છે. કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ સ્થળાંતરિત થયેલા લોકોના ખબરઅંતરની પુછપરછ કરીને વાવાઝોડાનો બિનજરૂરી ભય ન રાખવા અનુરોધ કર્યો હતો. તેમજ કલેક્ટરશ્રીએ આશ્રયસ્થાન ખાતે ઉપલબ્ધ તમામ સાધન-સામગ્રી અને વહીવટી તંત્રની કામગીરીનો તાગ મેળવ્યો હતો.

આ તકે પડધરી તાલુકા મામલતદારશ્રી કૃષ્ણસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીતાનગર તાલુકા શાળામાં હાલ ૧૮૧ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. આ તમામ લોકોને રહેવાની અને પીવાના પાણીની સુવિધા ઉપરાંત સવારે નાસ્તો તેમજ બપોરે અને રાત્રે ભોજન આપવામાં આવે છે. અહીં ૮-૮ કલાકની શિફ્ટમાં શિક્ષિકો સહીતનો સ્ટાફ ઉપસ્થિત રહી ફરજ નિભાવે છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button