
તા:૦૫.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલાનેતૃત્વ દિવસની “પશુપાલન માર્ગદર્શન શિક્ષણ શિબિરની “આંબેડકર ભવન ખાતે ઉજવણી
મહિલાનેતૃત્વ દિવસ નિમિત્તે આંબેડકર ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન ઉપસ્થિત રહેલ. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ,તાલુકા નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ અને તાલુકા વહીવટી તંત્ર પશુપાલન શાખા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દાહોદ દ્વારા કાર્યક્રમ યોજાયેલ. જેમાં પ્રથમ દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવેલ. નારી વંદન ઉત્સવ નિમિત્તે દરેક ક્ષેત્રેની મહિલાઓ ઉપસ્થિત રહેલ .મહિલાઓનું નેતૃત્વ ઉચ્ચ સ્થાને હોય છે . પશુપાલન ચલાવતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ અને પશુપાલન ક્ષેત્રે સરકારશ્રીની યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવેલ.અને ખેતી કઈ રીતે સારી કરી શકાય તે વિશે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અપાયું. દાહોદ 181 અભયમ ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. જેમાં મહિલા કાઉન્સેલર કોમલ પરમાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની માહિતી આપવામાં આવી. જરૂરિયાત મંદ કિશોરી, યુવતી, અને મહિલાઓ ફોન પર માર્ગદર્શન ,સલાહ ,સૂચન ટૂંકા અને લાંબાગાળાનું કાઉન્સિલિંગ, મહિલાલક્ષી યોજનાઓની માહિતી તેમજ હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ માટે સહાય પૂરી પાડવામાં આવે છે .તેમજ 181 અભયમની એપ્લિકેશન દ્વારા પણ ત્વરિત મદદ મળી રહે છે 181 ની પૂરી માહિતી ત્યા ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી.









