BANASKANTHAPALANPUR

થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે કુટુંબ કલ્યાણ ઓપરેશન અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે કાંકરેજ ડી.ડી.ઓ.ની સૂચના દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશન અંતર્ગત મેગા કેમ્પનું શુક્રવાર ના રોજ આયોજન કરવામાં આવેલ.જેમાં કુલ ૩૦ લાભાર્થીઓ હતા.સ્ત્રી નસબંધી ઓપરેશન રેફરલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી સ્ટાફ નર્ષ કલાસ-૩ના આરતી કે.ચૌહાણ, આરાધના ડી.ચૌહાણ,સોનલ જી.જોષી મોટાજામપુર સહિત તેમની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવેલ. તેમજ ઓપરેશન માટે આવનાર તમામ લાભાર્થી તથા તેમની સાથે આવેલ દરેક વ્યક્તિઓને ભોજન તથા ચા-બિસ્કીટ આપવામાં આવેલ.તદુપરાંત જિલ્લામાંથી એ.ડી.એચ.ઓ.ડૉ મહેતા ઉપસ્થિત રહી સમગ્ર  જે.વી.શાહ રેફરલ હોસ્પિલનું તેમજ કેમ્પનું નિરીક્ષણ કરેલ.સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પરિપૂર્ણ થાય તેવા ઉમદા આશયથી કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પીયૂષ ચૌધરી દ્વારા દરેક સ્ટાફ ને માર્ગદર્શન આપવામાં આવેલ. મેડિકલ તપાસ ડૉ.વસંતીબેન ચૌધરી તથા ડૉ.ગિરીશ પરમાર દ્વારા કરવામાં આવેલ આ અંગે ની માહિતી આપતાં નટવરભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે  ટી.એમ.પી.એચ.એસ.કાંકરેજ ના જયંતીભાઈ નાઈ દ્વારા આઈ.ઈ. સી.કરવામાં આવેલ તથા ભૂતપૂર્વ ટી.એમ.પી.એચ.એસ.કાંકરેજ અમરતભાઈ પ્રજાપતિ હાલ ટી. એમ. પી. એચ.એસ. ભાભર દ્વારા ઓ.ટી.માં મદદ પુરી પાડેલ. ઉમરભાઈ પીલુડિયા, ગીરીશભાઈ મેઐમદાવાદિયા,રાજુ મેમદાવાદિયા સહિત આરોગ્યના સ્ટાફ દ્વારા મેગા કેમ્પ નેસફળ બનાવવામાં આવેલ..

 

[wptube id="1252022"]
Back to top button