GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાની લજાઈ ચોકડી નજીકથી રોયલ્ટી વિના ખનીજ પરિવહન કરતા બે ડમ્પર જપ્ત!

TANKARA:ટંકારાની લજાઈ ચોકડી નજીકથી રોયલ્ટી વિના ખનીજ પરિવહન કરતા બે ડમ્પર જપ્ત!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ડમ્પરને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી તેમજ માઈન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ચોકડી પાસેથી ડમ્પર જીજે ૧૦ ટીવાય ૯૩૪૫ અને જીજે ૩૬ વી ૪૮૭૧ ને રોક્યા હતા જે બંને ડમ્પરમાં સાદી રેતી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ભરી ખનીજ વહન કરતા મળી આવ્યા હતા જેથી બંને ડમ્પર અને રેતી સહીત આશરે રૂપિયા ૬૦ લાખનો મુદામાલ ટંકારા પોલીસ મથકમાં સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]








