IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્‍લામાં ચાર કે તેથી વધુ વ્‍યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

*****************

હાલમાં મુસ્લીમ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલુમાં હોઈ સંભવિત તા.૨૨/૪/૨૦૨૩ના રોજ રમઝાન ઇદ થનાર છે. તેમજ જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા અઘટીત બનાવ ન બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિગંત બ્રહ્મભટ્ટ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા. ૫ મે ૨૦૨3 સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button