
તા.૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
માહિતી બ્યુરો, મોરબી
Morbi: હાલ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારધીના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે ‘અમૃત કળશ યાત્રા’ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રફાળેશ્વરની આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી જયેશભાઈ રાઠોડ, તુલસીભાઈ, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન શ્રીમતિ હંસાબેન સોલંકી, જાંબુડીયા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી, સામાજિક અગ્રણીશ્રી સુખાભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લાના બક્ષિપંચ સમાજનાં આગેવાનો, ગ્રામજનો, વાલીઓ તેમજ છાત્રાલયના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) શ્રી એલ.વી.લાવડીયા દ્વારા કરવામાં આવેલ હતુ.









