BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે

બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ સાયબર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

_________________________

છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ વિકાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અને સાયબર જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં

કચેરીના કર્મયોગી દ્વારા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટૅશન બેઝડ સપોર્ટ સેન્ટર, ગુડ ટચ અને બેડ ટચ, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ સાયબર ડિપાર્ટમેન્ટ માંથી ઉપસ્થિત પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સાઈબર ક્રાઇમ કેવી રીતે રોકી શકાય તેના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે માહિતી આપવામાં આવી હતી કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને તેની જાણકારી આપી એક જિમ્‍મેદાર નાગરીક તરીકેની ફરજ બજાવવા અને મહિલાઓને લગતા કાયદાઓમાં પણ પોલીસ વિભાગ મહિલાઓને તમામ પ્રકારની મદદ કરવા તત્‍પર રહેશે તેમ જણાવ્‍યું હતું.છેતરપિંડી થાય ત્યારે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમા ઉપસ્થિત ફિલ્ડ ઓફિસર ઊર્મિલાબેન રાઠવા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ વિભાગ છોટાઉદેપુર માંથી આવેલ નિમિષાબેન રાઠવા,રેખાબેન રાઠવા,મુકેશભાઈ બારોટ,એકલવ્ય નર્સિંગ કોલેજમાંથી પ્રદીપભાઈ રાઠવા,સુનિલભાઈ નાયકા,હિનેશભાઈ કોળી તથા કોલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button