દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી

તા.૨૪.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadh bariya :દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી જેથી સ્થળ પર 181 અભયમ ની ટીમ કાઉન્સિલર તેમજ અભયમ ટીમ સાથે પહોંચતા કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે તેઓનો પતિ અને સાસુ તેઓના ડોક્યુમેન્ટ પર 4 લોન લીધેલ હતી. અને તે લોનના હપ્તા ન ભરાતા તેઓના પતિ તેઓ જોડે મારપીટ કરી અને પીડી તને કોઈ બાળક ન હોવાના મેણાટોળા મારી વારંવાર શારીરિક હેરાનગતિ કરતા હતા. પીડીતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ ત્યાં તેઓના સાસુ એકલા જ મળ્યા હતા. તેઓના સાસુ માનસિક રીતે બીમાર હતા અને તેઓના પતિ ભાગી ગયા હતા. પીડિતા જણાવે છે કે છેલ્લા દસ વર્ષથી તેઓના લગ્ન જીવન દરમિયાન તેઓને કોઈ બાળક નથી જેના કારણે તેઓના પતિ અને તેઓના સાસુ તેવો જોડે મારપીટ કરે છે. તેઓના સાસુને સમજાવ્યા પરંતુ તેઓ સમજવા તૈયાર ન હોવાથી. રીતા શારીરિક હેરાનગતિ થી પીડાતા હતા અને તેઓ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માંગતા હતા. જેથી તેઓને ન્યાય મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇન મારફતે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે. અને પીળી તને જણાવેલ કે તમારે મહિલા હેલ્પલાઇનની જરૂર પડે ત્યારે તમે 81 મહિલા હેલ્પલાઇન ની મદદ લઈ શકો છો