KUTCHMUNDRA

અદાણીના ગ્રીન પીવીસી પ્રોજેકટ સંબંધી પ્રસિદ્ધ થયેલા કેટલાક સમાચારો વિષે સ્પષ્ટતા

૨૦ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- મે.મુંદ્રા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ માટેના ફાયનાન્સિયલ ક્લોઝર નાણાકીય સંસ્થાઓ સમક્ષ પેંડીગ છે અને તેઓની સક્રીય વિચારણા હેઠળ છે.માર્કેટમાં તાજેતરની પરિસ્થિતિના કારણે મેનેજમેન્ટે ફાયનાન્સિયલ ક્લોઝર સહિત એન્જિનિયરિંગ ડિઝાઇન અને અન્ય કામગીરી સાથે ઝડપથી આગળ વધવા નિર્ણય કર્યો છે.આ પેંડીંગ બાબતોના અનુસંધાને મહાકાય સાધનોની પ્રાપ્તી અને પ્રોજેક્ટ સાઈટ ઉપર પ્રસ્તાવિત બાંધકામની કામગીરી હાલ સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. આગામી છ માસમાં આ પ્રોજેક્ટ માટેનું ફાયનાન્સિયલ ક્લોઝર મેળવી લેવાની અમોને આશા છે ત્યારબાદ પ્રોજેક્ટ માટેના સાધનો પ્રાપ્ત કરવાથી લઈ સાઇટ ઉપર બાંધકામની કામગીરી જોસભેર શરુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સંપ્પન કરવાની મૂળ સમયરેખાને પહોંચી વળવા માટે કામગીરીમાં ઝડપથી આગળ વધવા અમે પ્રતિબધ્ધ છીએ એમ અદાણી સમૂહના પ્રવક્તાએ જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button