
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૩
હાલોલ નગરમાંથી મુસ્લિમ સમાજના 18 ઉપરાંત બિરાદરો મીની હજયાત્રા માટે રવાના થયા હતા.મક્કા અને મદીના માટે મીની હદ યાત્રા માટે જતા હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા યાત્રિકોનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. નગરજનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.ઇસ્લામ ધર્મમાં હજનું અનેરૂ મહત્વ છે દરેક મુસ્લિમ બિરાદર એક વખત હજ કરવાનું સપનું જોતા હોય છે .ત્યારે હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ છે જ્યારે તમામ મીની હજ યાત્રિકોને મુસ્લિમ સમાજે ફૂલહાર થી સ્વાગત કરી નગરમાં ભવ્ય ઝુલુસ કાઢી હાલોલમાં આવેલા હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે બધા એકત્રિત થયા હતા અને તમામ લોકોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરી અને દુઆ કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે પોતાના પૂર્વજોએ તેઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

[wptube id="1252022"]









