BANASKANTHAGUJARATPALANPUR

વિદ્યાધામ- ભાગળ (પીં )શાળા સંકુલમાં દેશભક્તિ થીમ પર વકૃત્વ અને ગીત સ્પર્ધા યોજાઈ

3 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ-ભાગળ (પીં)સંચાલિત શ્રી એસ. ડી.એલ શાહ હાઇસ્કુલ માં દેશભક્તિ થીમ પર દેશભક્તિ ગીતો અને વકૃત્વ સ્પર્ધાયોજવામાં આવી, જેમાં ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વકૃત્વ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને પ્રાર્થના સભામાં વીર શહીદો,આઝાદીના ક્રાંતિકારીઓ વિશે વક્તવ્યો આપ્યા હતા. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તેમના સુરીલા અવાજમાં પોતાના દેશ પ્રત્યેના શૌર્ય, બલિદાન,ગર્વ, સ્વાભિમાન અને સમર્પણની ભાવના વ્યક્ત કરતા ગીતો રજૂ કર્યા હતા.વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પ્રજાપતિ બિ જલ.ડી ધોરણ- 9બ અને દ્વિતીય નંબરે નાયક સૌરવ.એ ધોરણ-9બ આવેલ. જ્યારે દેશભક્તિ ગીતમાં પ્રથમ નંબરે મરેડિયા મુસ્તફા. કે ધોરણ- 10 બ અને દ્વિતીય નંબર પરમાર ઈશિતા.જી ધોરણ- 11 પ્રાપ્ત કરેલ આ સ્પર્ધા શિક્ષક શ્રી પરેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી સાથે સાથે English Day ની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વકૃત્વ અને નિબંધ સ્પર્ધા રાખવામાં આવી આ સ્પર્ધામાં 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમાં પ્રથમ નંબરે પટેલ હાર્દિક. જી ધોરણ -10 અ અને દ્વિતીય નંબરે જોશી સુર્યા. એચ ધોરણ-9બ પ્રાપ્ત કરેલ અને પ્રાર્થના સભામાં અંગ્રેજી વિષય પર વક્તવ્ય આપ્યા હતા શિક્ષક શ્રી કિરીટભાઈ જોશી એ અંગ્રેજી ભાષાનું મહત્વ શું છે?? તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા,આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ -ભાગળ (પીં )ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ અને શાળાના આચાર્ય શ્રી કિરીટ પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button