DAHOD

ગરબાડા પોલીસે છેલ્લા આઠ માસથી ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો

તા.૨૪.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા પોલીસે છેલ્લા આઠ માસથી ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો

ગત તારીખ.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ગરબાડા પોલીસ મથકના પીએઆઈ જે.એલ.પટેલ તથા અ.હે.કો. ચંદ્રકાંત લક્ષ્મણભાઈ સહિત સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ગરબાડા પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી વરસિંગભાઇ ઉર્ફે હિંગાભાઇ ભારતાભાઇ સંગાડા રહે.નળવાઇ તા.ગરબાડા જિ.દાહોદ બહારગામ ગામ મજુરીએથી તેની સાસરી મોટી ખરજ ગામે આવેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે મોટીખરજ તેની સાસરીમા જઇ તપાસ કરતા આરોપી ઘરે મળી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

આમ ગરબાડા પોલીસને છેલ્લા આઠ મહિનાથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી

[wptube id="1252022"]
Back to top button