MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ-દિવસીય ઉજવણી‌ કરાઇ

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ-દિવસીય ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી. અનેક નામાંકિત જગ્યાના મહંતો રાજકીય આગેવાનો હાજર રહ્યા.

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત શ્રી બહુચરાજી માતાજી અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા જગદીશ અમરશીભાઈ પનારા તથા પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી.જોષી (હજનાળી વાળા) અને બી.એમ. દવે (મોરબી વાળા)ના વેદિક મંત્રો અને વિધી વિધાન થી દશે દિશામાં ભક્તિ ભર્યુ વાતાવરણ થયુ હતું. તો રાત્રે ભજન ધુન ગરબા અને સુદરકાંડની રમજટ થકી તાલુકા આખામાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકીઘાટના રાજકુમારદાસજી મહારાજ, સોમનાથ, દ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહત, રાજકીય આગેવાનો કુભકોના ચંદ્રપાલ યાદવ સાંસદ મોહનભાઇ કુડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી

[wptube id="1252022"]
Back to top button