
તા.૧૩.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકા મથકે આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિધાલય કાર્યરત છે જેમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના બાળકોને શાળા પરિવાર દ્વારા પતંગો વિતરણ કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ ઉતરાયણ પર્વનું મહત્વ, દાનનું મહત્વ અને આ ઉતરાયણ પર્વમાં રાખવાની કાળજી વિશે બાળકોને વિસ્તૃત જાણકારી આપી હતી. તમામ બાળકોએ પતંગો ચગાવી આનંદ માણ્યો હતો સાથે સાથે શાળા સ્ટાફ સંગાડા અશ્વિનભાઈ, મકવાણા અલકાબેન , ખરાડી સગુણાબેન , ડામોર કિંજલબેન તમામ દ્વારા પતંગો ચગાવવાની મજા માણી હતી.
[wptube id="1252022"]