GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ખંભાળિયા:ન.પા.વિસ્તારમાં “વિકસિત…” અંતર્ગત કાર્યક્રમો જામનગર( ભરત ભોગાયતા)

ખંભાળિયા:ન.પા.વિસ્તારમાં “વિકસિત…” અંતર્ગત કાર્યક્રમો

જામનગર( ભરત ભોગાયતા)

ખભાળિયા નગરપાલિકા વિસ્તારમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ હતી જેમાં  તા.૦૭/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખંભાળિયા નગરપાલિકા કચેરી પાસે આવેલ યોગ કેન્દ્ર ખાતે તથા સાંજે ૦૪:૦૦ કલાકે પોરબંદર રોડ પર આવેલ ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં શહેરીજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, (૧) આયુષ્યમાન કાર્ડ, (૨) ઉજ્જવલા યોજના, (૩) હેલ્થ ચેક અપ, (૪) પી.એમ.સ્વીનીધી યોજના, (૫) આધાર કાર્ડ, (૬) જન ધન યોજના તથા પ્રધાનમંત્રી મુંદ્રા યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ શહેરીજનોએ લીધેલ હતો તેમજ લાભ લીધેલ લાભાર્થીઓને આ કાર્યક્રમોમાં તેઓને પ્રમાણપત્રો, આપવાની થતી કીટ વી. વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ આ કાર્યકમમાં સવારે ૧૦:૦૦ કલાકે નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન એમ. મોટાણી, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રીમતિ રેખાબેન જે. ખેતીયા, નગરપાલિકા દંડક શ્રી મયુરભાઈ ધોરીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમતિ ગીતાબા જાડેજા, જીલ્લા ભાજપ મંત્રી શ્રીમતિ નિમિષાબેન નકુમ, માન.મંત્રીશ્રીના પ્રતિનિધિ આંબલીયાભાઈ, માન.સંસદસભ્યશ્રીના પ્રતિનિધિ માણેકભાઈ તથા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કાનાણી, શહેર ભાજપ મહામંત્રી શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, મામલતદાર શ્રી વરુ સાહેબ તેમજ નગરપાલિકા સદસ્યશ્રી હિતેષભાઈ ગોકાણી, ભાજપ આગેવાન યોગેશભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, રાણાભાઇ ગઢવી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી વ્યાસ સાહેબ, નગરપાલિકા સ્ટાફ પરીવાર વી. ઉપસ્થિત રહેલ હતો તેમજ બપોરે ૦૪:૦૦ કલાકે નગરપાલિકા ટાઉનહોલ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન એમ. મોટાણી, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રીમતિ રેખાબેન જે. ખેતીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા દંડક શ્રી મયુરભાઈ ધોરીયા, ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ચેરમેન શ્રી પી.એસ.જાડેજા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમતિ ગીતાબા જાડેજા, જીલ્લા ભાજપ મંત્રી શ્રીમતિ નિમિષાબેન નકુમ, માન.સંસદસભ્યશ્રીના પ્રતિનિધિ માણેકભાઈ તથા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કાનાણી, શહેર ભાજપ મહામંત્રી શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પ્રાંત અધિકારી શ્રી કરમટા સાહેબ, મામલતદાર શ્રી વરુ સાહેબ તેમજ નગરપાલિકા સદસ્યશ્રી અરજણભાઈ ગાગિયા, પૂર્વ પ્રમુખ શ્રી પી.એમ.ગઢવી, ભાજપ આગેવાન યોગેશભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, કિશોરભાઈ નકુમ, રાણાભાઇ ગઢવી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી વ્યાસ સાહેબ, નગરપાલિકા સ્ટાફ પરીવાર વી. ઉપસ્થિત રહ્યા હતા.

@___________
BGBhogayata

b.sc.,ll.b.,d.n.y.

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button