આસીફ શેખ લુણાવાડા
પરંપરાગત રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત અંડર-૧૯ (ભાઇઓ/બહેનો) માટે સાતોલીયુ(લગોરી), કલરીપટુ, દોરડાકુદ(જમ્પ રોપ), લંગડી તથા માટીની કુસ્તી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પરંપરાગત સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. પરંપરાગત રમતો ભુલાઈ ના જાય અને બાળકો હાલ જે મોબાઈલ પર ગેમ રમતા હોય છે તેનાથી જે નુકશાન થાય છે તે દરેક વ્યક્તિ જાણતી હોય છે તેમ છતાં મોબાઈલ આપતા હોય છે હવે જો તેમને આમાંથી બહાર નીકાળવા હોય તો જણાવેલ રમતો રમતા થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
જે મહોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, મહીસાગર સંચાલીત ચાલુ વર્ષે પણ અંડર-૧૯ (ભાઇઓ/બહેનો) માટે સાતોલીયુ(લગોરી), કલરીપટુ, દોરડાકુદ(જમ્પ રોપ), લંગડી તથા માટીની કુસ્તી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે,
જેમાં ભાગ લેવા ઇચ્છતા અંડર- ૧૯ વય જુથના ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનુ પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી મહીસાગર, ભાદર કોલોની પાછળ,રૂમ નંબર-૨૧૨,બીજે માળ,કલેકટર કચેરી, લુણાવાડાn ખાતે થી મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશેસમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધક નોંધ લેવી વધુ માહિતી માટે જીલ્લા રમત ગમત અધીકારીની કચેરીના ફોન નં- ૯૭૨૬૮૮૯૧૨૦ થી મેળવી શકાશે









