DAHODGUJARAT

દાહોદના નેજા હેઠળ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું. 

તા. ૦૬. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:આજ રોજ પાંચમી જૂન, બુધવારના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદના નેજા હેઠળ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું

સાંજે ૫.૪૫ કલાકેથી સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવના ઓપન પાર્ટી પ્લોટ થી આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર યોગેશ નિર્ગુડેના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમના દ્વારા આ રેલી માટે ખૂબ સહયોગ આપવામાં આવ્યો, જે ખૂબ ઉત્સાહપ્રેરક રહ્યો.આ રેલીમાં વિવિધ પયૉવરણ પ્રેમી સંસ્થાઓ જેમ કે રેડક્રોસ, સહજ, સદગુરુ વગેરેની સાથે ૨૫૦ જેવા પર્યાવરણ પ્રેમી દાહોદના નગરજનોએ ઉત્સાહભેર શિસ્તબદ્ધ રીતે આ રેલીમાં ભાગ લીધો અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ બન્યા.આ રેલીમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ વગેરેએ પણ ખડેપગે હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું.સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ થીમ ઉપર બનાવેલ ટેબ્લો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો.આ દરમિયાન ઓપન પાર્ટી પ્લોટ માં સુંદર રીતે આયોજિત ચિત્ર પ્રદર્શનમાં પણ ૬૦ કરતા વધુ લોકોએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ રીતે પર્યાવરણને સંબંધિત ચિત્રો બનાવ્યા હતા, તેમને પ્રદર્શિત કરવામાં આવ્યા અને સૌ એ ખૂબ સરાહના આપી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ નું મોડેલ આ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં આ ચિત્રો વન વિભાગ દ્વારા યથાયોગ્ય રીતી સાચવવામાં આવશે.સામાજિક વનીકરણ વિભાગ દાહોદ ના ડીસીએફ અમિતકુમાર નાયક અને તેમની વન વિભાગની પૂરી ટીમ સતત આ આયોજનમાં ખડેપગે માર્ગદર્શન આપવામાં અગ્રેસર રહ્યા.આરોગ્ય વિભાગના અધિકારી ઉદય ટિલાવત ની ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાયક રહીઆજ રીતે આગામી સમયમાં સૌ સાથે મળી પર્યાવરણને બચાવવા તથા તેના સંવર્ધનમાં હાથમાં હાથ મેળવી સહયોગ આપશે આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ,વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા ,મંત્રી જવાહરભાઈ શાહ, સહમંત્રી સાબીર શેખ કારોબારી સભ્ય ડો ધર્મેન્દ્રભાઈ અગ્રવાલ, અમીર કાપડિયા, ગટેશભાઈ ક્ષોત્રિય,સુરેશભાઈ રામચંદાની હાજર રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button