GUJARATMULISURENDRANAGAR

સાયલાના ચોરવીરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા મુળી પંથકના બે યુવાનોના મોત બે હોસ્પિટલ માં

કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક મહિનામાં ૧૧ ના મોત

તા.10/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બુરાયેલી ખાણ ફરી ચાલુ કરવામાં આવતાં બની ઘટના

કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક મહિનામાં ૧૧ ના મોત

સાયલા તાલુકાના ચોરવીરા થાન ગામે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા શ્રમિકોને ગેસ ગળતરની ઘટના બનતા સ્થળ ઉપર જ બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા અને બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ ગતરોજ ચાર વાગ્યાની આસપાસ પતરાવાળી હોટલની પાછળના ભાગે ખેડૂત પીઠાભાઈ દલીત ની માલિકીની જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમાં આ બનાવ બનેલ હોય આ ગેરકાયદેસર ખાણો ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરી દેવામાં આવેલી હતી તે ફરી વખત શરૂ કરવાની કામગીરી ચાલુ હોય તેમાં કુલ ૬ મજુર કામ કરતાં હોય તેમાં ચાર મજુરો અંદર સુરંગમાં કામગીરી ચાલુ હોય ત્યારે આ ઘટના ઘટી હતી જેમાં મુળી તાલુકાનાં ધોળીયા ગામના હર્ષદ બચુભાઈ બાટીયા અને હરેશ મનસુખભાઇ બાટીયા બંને પિતરાઈ ભાઈ ઓના કમકમાટી ભર્યા સ્થળ ઉપર જ મોત થયેલ હતા જેમાં હર્ષદ બચુભાઈને સંતાનમાં બે દિકરી અને દોઢ મહિનાનો દિકરો છે તેઓના પિતા બચુભાઈ બાટીયા ધોળીયા ગામ પંચાયતના ઉપસરપંચ છે જયારે હરેશ મનસુખભાઇ બાટીયા જેઓને બે પુત્ર છે જે નોધારા બન્યા છે તેઓની પત્નીને પણ વિજશોટ લાગતા દોઢ વર્ષ પહેલા મોત નિપજયું હતું ત્યારે આ બાળકોને માતા પિતા ની છત્રછાયા ગુમાવી બેઠા છે જયારે ધોળીયા ના જ યુવાન વનરાજ રતુભાઈ બાટીયા અને મુન્નાભાઈ બાટીયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેઓની તબિયત હાલ સારી છે જેમાં વનરાજ બાટીયા એ જણાવ્યું હતું કે પીઠાભાઈની વાડીમાં કોલસાની ગેરકાયદેસર ખાણ જે બાબુભાઈ રબારી અને ગોપાલભાઈ વગડીયા ચલાવતા હતા અમો ત્યાં મજુરી કામે જતા હતા ત્યારે ગ‌ઈકાલે ચાર વાગ્યે આ બનાવ બનવા પામેલ હતો અમો ને હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને આ બંને યુવાનોની લાશ ખનીજ માફીયાઓ લ‌ઈને અન્ય જગ્યાએ ચાલ્યા ગયા હતા જયારે અમારા સગા સબંધીને આ બાબતે સમાચાર મળતા દોડી આવેલ હતા પરંતુ ખનીજ માફીયાઓ લાશ સોપવામાં ગલાતલા કરતાં હતા પોલીસ ખાણ ખનીજ વિભાગ મામલતદાર કાફલો પણ આવી પહોચ્યાં હતા પરંતુ બંને યુવાનોની લાશ આપતા નહોતા ખનીજ માફીયાઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હોય બાદ મોડી રાત્રે બે ગાડીઓ આવી વગડીયા રોડ ઉપર લાશો મુકી એક ગાડી મુકી નાશી છુટયા હોય એક ગાડી પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ છે અને બાદ સાયલા હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ અને પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી આજે ધોળીયા ગામે આશરે ૧૫૦૦ લોકોની હાજરીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવેલ અને સમગ્ર ગામમા ગમગીની વ્યાપી ગઈ હતી બાળકો ચોધાર આંશુએ રડતા હતા આ બાબતે પોલીસ ફરીયાદ દાખલ થતા વધુમાં કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ છે અને ૧૭૦૦ ઉપરની ખાણો બુરવામા આવી છે ત્યારે તંત્ર બુરેલી ખાણો ફરી ચાલુ થઈ ધમધમી રહી છે તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બેરોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર ધમધમી રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જયારે એક જ મહિના માં ૧૧ મજુરો ના મોત થયા છે પરંતુ પોલીસ ચોપડે ફક્ત ચાર કેસ જ નોંધાયા છે એ કમનશિબી છે આવી રીતે જ બે દિવસ પહેલા મુળી તાલુકાનાં આસુન્દ્રાળી ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી એક પરપ્રાતિય મહિલા મજુર નું મોત થયુ હતુ ખાખરાથળમાં એક મોત રાસીગપર મુળીના યુવાનનું થયું હોય દેવપરા ગામે ગેસ ગળતરથી બે મોત થયા હોય ખંપાળીયા ગઢડા ૩ મજુર ના મોત થયા હતા આ મોતનો સિલસિલો યથાવત ચાલુ છે પરંતુ તંત્ર ખનિજ માફિયાઓ સામે લાચાર હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે આ ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મોતનો સિલસિલો કયારે બંધ થશે તે મોટો સવાલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button