રાજુલા ના કુંભારીયા નજીક બે લકજરી બસ નું ગંભીર અકસ્માત

યોગેશ કાનાબાર
મહુવા ડુંગર રોડ પર કુંભારીયા નજીક બે લક્ઝરી બસ સામસામેડાતા ગંભીર અકસ્માત થવા પામેલ છે આ અકસ્માત થી મહુવા ડુંગર રોડ થયો બંધ થવા પામેલ જે અંદાજિત બે કલાક જેટલો આ રસ્તો બંધ રહેવા પામેલ આ અકસ્માત માં મયુર ટ્રાવેલ્સ અને ક્રિષ્ના ટ્રાવેલ્સ સામ સામી અથડાઈ જેમાં અંદાજિત 6 લોકો ઇજા ગ્રસ્ત થવા પામેલ આ અકસ્માત ના સમાચાર થી ડુંગર પોલીસ ધટના સ્થળે દોડી આવેલી જેમાં ઇજા ગ્રસ્ત લોકો ને રાજુલા ની 108 તેમજ વિક્ટર ની 108 ની મદદ થી તમામ ઇજાગ્રસ્ત ને રાજુલા ની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ માં ખસેડવા માં આવેલ જો કે અકસ્માત ના 108 ને પણ પહોંચવા તકલીફ પડેલી પરંતુ ખેતર ના રસ્તા માંથી દર્દી ઓ ને લાવવામાં આવે આ અકસ્માત ની ધટના થી સ્થળ વાહનો તેમજ લોકો નાં ટોળે ટોળા એકઠા થવા પામેલ જેમાંથી બે વ્યક્તિ ને સારવાર માટે મહુવા ખસેડવામાં આવેલ ડુંગર પોલીસે ક્રેન બોલાવી રસ્તો ખુલ્લો કરાવેલ આ અકસ્માત ની ધટના કેવી રીતે બનવા પામી તે બાબતે ડુંગર પોલીસ તપાસ ચલાવી રહેલ છે ..









