વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી: ચીખલી-વાંસદા માર્ગ પર બેકાબૂ બનેલી કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ સામેની બાજુ ઉભેલા ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યકિતને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળેલ માહિતી મુજબ અકસ્માતમાં મૂળ વલસાડના રહેવાસી સુરેખાબેન દાદુભાઇ મોરે ઉંમર વર્ષ 42, ધ્રુપતા અંકુશરાવ મોરે ઉંમર વર્ષ 68ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારચાલક દાદુભાઇ અંકુરવ મોરેને ગંભીર ઈજા પહોંચતા વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ચીખલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે મૃત્યુ પામેલી 2 મહિલાના મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]