છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયા બન્યા બે ફામ, કોઈપણ ડર રાખ્યા વગર ખુલ્લેઆમ રેતીનો વેપલો,ના અધિકારીનો ડર, ના પોલીસનો ડર, ના આમ જનતાનો ડર કોના આશીર્વાદે? કોની રહેમ નજરે?


- ઓરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો રાત્રીના સમયે નદી માં મશીનો દ્વારા રેત ખનન કરતાં નો વિડયો થયો વાયરલ
છોટા ઉદેપુર જિલ્લા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં આદિવાસી લોકો ઉનાળામાં તરબૂચ ની ખેતી કરી વર્ષના રોટલા રડી લેતા ઓરસંગ નદી જીવાદોરી સમાન બની છે પરંતુ રેત માફીયાઓ દ્વારા અત્યાધુનિક રેત ખનન થી ઓરસંગ નદી મૂળ સ્વરૂપ ગુમાવી દેતાં તેનું પ્રકૃતિ સૌંદર્ય નું સતત હનન થઈ રહ્યું છે.
આમ તો સાંજ ના છ વાગ્યાં બાદ રેત ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ રાત્રીના સમયે નદી માં મશીનો દ્વારા મશીનો દ્વારા રેત ખનન કરતા નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જોકે આ વીડિયો ગુનાટા ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે,
રેત ખનન માફિયા મશીનો નદીમાં ઉતરી રાત્રીના સમયે રેતી ઉલેચી સવારે અદ્ર્શ્ય થઈ જાય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લા માં તંત્ર રાત્રીના સમયે ઉંઘે છે, અને રેત માફીયાઓ રાત્રી ના સમયે જાગે છે, તેવું આ વાયરલ વીડિયો પર સાબિત થાય છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









