GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાની આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી…

રિપોર્ટર….

અમીન કોઠારી :- મહીસાગર…

સારા વરસાદ બાદ વરસાદે હાથ તાળી દેતા મહિસાગરની આદિવાસી મહિલાઓ ‘વરસાદ માગવા’ નીકળી….

ખેતરોમાં વાવણી કરી દીધી હતી, પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોના ખેતરનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

જો આવનાર દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે. ત્યારે આવનાર સમયમાં વરસાદ થાય અને ખેતીના પાકને જીવતદાન મળે તે માટે મેઘરાજાને મનાવવા અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. તેમજ વરસાદ આવે તે માટે વિવિધ સમાજમાં વર્ષો જૂની વિવિધ માન્યતાઓ પણ છે. આવી જ એક માન્યતા આદિવાસી સમાજમાં પણ જોવા મળે છે.

મેઘરાજાને રીઝવવાની આદિવાસી સમાજની શું છે માન્યતા??!!

વરસાદ વરસે તે માટે આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓ આદિવાસી શૈલીમાં વરસાદની ભીખ માંગવામાં ઘરે ઘરે નીકળતી હોય છે.

મહિસાગર જિલ્લામાં વરસાદ સરેરાશ ઓછો છે ત્યારે ખાનપુર તાલુકાના છેવાડા ગામોમાં આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા માટે નીકળી હતી. રાજસ્થાનની સરહદે અડીને આવેલા ખાનપુર તાલુકાના છાણી ગામે આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી હતી અને આદિવાસી સમાજની એક માન્યતા એવી પણ છે કે સ્થાનિક લોકગીત ગાઈને ઘરે ઘરે જઈ વરસાદ માંગવામાં આવે તો વરસાદ આવતો હોય છે ત્યારે સ્થાનિક આદિવાસી મહિલાઓ ટોળી બનાવી આદિવાસી શૈલીમાં ગીતો ગાતી વરસાદ માંગવા નીકળે છે.

આદિવાસી સમાજની વરસાદ લાવવાની અનોખી માન્યતાથી વરસાદ આવશે કે કેમ તે તો આવનાર નજીકના દિવસોમાં ખબર પડશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button