GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના માનગઢધામ ખાતે આદિવાસી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી

‛‛માનગઢ આદિવાસી બલિદાન દિવસ’’


સંતરામપુર તાલુકાના માનગઢધામ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને બ્રોડ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી.

ગત રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે માગશરી પૂનમ પર આદિવાસી પરંપરાગત ગત ચાલી આવતી પરંપરા અનુસાર માનગઢની ૬૪ કિમી લાંબી પરિક્રમા માટે રથને પ્રસ્થાન કરાવી પરિક્રમા કરી ધન્યતા અનુભવી અને શંખનાદ કર્યો.આ પરિક્રમામાં સહભાગી થઈ ધન્યતા અનુભવું છું.પરિક્રમામાં મારી સાથે રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિત આજુ બાજુના અનેક ગામમાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયા..

 

ત્યારબાદ ત્યાંના સ્થાનિક સરપંચશ્રી ના નિવાસસ્થાને ભક્તજનોને ભોજન પીરસી અને તેમની સાથે પ્રસાદી લીધી

સાથે સંતગણ,સામાજિક આગેવાનો,ગોવિંદગુરુ ના અનુયાયીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયા હતા

શ્રી ગોવિંદ ગુરુને અને સર્વે આદિવાસી વીરોને શત શત નમન

આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ*
*ગામ ના સરપંચ શ્રી ભેમ ભાઈ, ભંડારા સરપંચ શ્રી ભલાભાઈ, સહીત સરપંચ શ્રીઓ ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button