નવસારી જિલ્લામાં કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતને કિટ મળશે
લાભ લેવા ઇચ્છુક અરજદારોએ તા.૩૦ મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લાભ લેવા ઇચ્છુક અરજદારોએ તા.૩૦ મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી
વનબંઘુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ પાત્રતા ઘરાવતા આદિજાતિ ખેડૂતોને પેડી(ડાંગર) + રીંગણ ( ૬ કિ.ગ્રા.+૨૦ ગ્રામ) અને ભિંડા ( ૨ કિ.ગ્રા)નાં બિયારણ પૈકી કોઇ એક બિયારણ તેમજ ખાતર ( ૧ – થેલી પ્રોમ = ૫૦ કિ.ગ્રા., ૧ થેલી ડી.એ.પી. = ૫૦ કિ.ગ્રા. અને ૧ બોટલ નેનો યુરીયા = ૫૦૦ ml) ની કિટનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ ૦ થી ૨૦ બી.પી.એલ.સ્કોર ઘરાવતા યોજના હેઠળ ૫સંદગી પામનાર આદિજાતિ ખેડૂત કુટુંબ દીઠ એક જ કિટ મળવા પાત્ર થશે. જે આદિજાતિ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ www.dsagsahay.gujarat.gov.in ૫ર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. અરજી કરવા માટે સંબઘીત VCE, ઇ-ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે ઇન્ટરનેટ કનેકટિવીટી વાળા કોમ્પ્યુટર કે મોબાઇલ ફોન ૫રથી અરજી કરી શકાશે.
<span;>આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર આદિજાતિ ખેડૂતો હોવા જોઇએ. ૦ થી ૨૦ બી.પી.એલ.સ્કોર ઘરાવતા ખેડૂત લાભાર્થીને પ્રાથમિકતા આ૫વામાં આવશે. FRA નાં લાભાર્થીઓ અરજી કરી શકશે. અરજદારએ રૂા.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે. યોજના હેઠળ માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. કોઇ૫ણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી. અરજદાર માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે.
<span;>અરજદારોએ ઓનલાઇન અ૫લોડ કરવા માટે જરૂરી પુરાવામાં ૭/૧૨, ૮-અ ની નકલ, બી.પી.એલ. સ્કોરની નકલ, રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિના દાખલાની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવા પડશે. www. dsagsahay. gujarat. gov. in પોર્ટલ અંતર્ગત કૃષિ વૈવિઘ્યકરણ યોજના માટે સંબઘિત ગ્રામ પંચાયતના દરેક VCEશ્રીઓ (અનુસૂચિત આદિજાતિ વિસ્તાર) પોતાના SSO આઇ.ડી, પાસવર્ડથી લોગીન થઇ અરજદારશ્રીઓ માટે અરજી સબમીટ કરી શકશે. દરેક નવી અરજી (અગાઉના વર્ષમાં યોજનાનો લાભ લીઘેલ ન હોય તેવા અરજદારશ્રીની અરજી) માટે સંબઘિત VCEશ્રીઓને પ્રતિ નવી અરજી રૂા.ર૦/- ઇન્સેન્ટીવ પેટે મળવા પાત્ર થશે. આ યોજના હેઠળ લાભ લેનાર લાભાર્થીઓને અમલીકરણ એજન્સી ઘ્વારા ખેતી અંગેની તાલીમ, માર્કેટ લીંકેજની સેવાઓ તેમજ ફોન અને મેસેજ ઘ્વારા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. તેમ પ્રાયોજના વહીવટદાર વાંસદાની અખબારી યાદીમાં જણાવાયું છે.





