GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢ “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા આરસેટીની તાલીમાર્થી બહેનોને મહિલા સશક્તિકરણ વિષે અપાઇ જાણકારી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : બિલખારોડ સ્થિત સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા સંચાલીત ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ચાલી રહેલી સીવણકામ અને બ્યુટિ પાર્લરની તાલીમમાં ૭૦ જેટલી તાલીમાર્થી બહેનોને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર તથા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ વિષે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્ર્મમાં રાજય સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના વિશે માહીતિ આપવામાં આવી. આ ઉપરાંત મહિલાઓ ને થતાં શોષણ અને અત્યાચાર વિરુદ્ધ કઈ રીતે બચવું અને ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
[wptube id="1252022"]