મને ગમતી શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર ચૌહાણને મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

*મને ગમતી શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર ચૌહાણને મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .*
મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણને વધુ એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી હોય, નિર્વ્યસની હોય, ગામમાં જ રહેતા હોય તથા તેમણે કરેલ કાર્યની નોંધ રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાએ લેવાઈ હોય તેવા શિક્ષકોની દરખાસ્ત મંગાવવામાં આવે છે. ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. ઉપરોક્ત તમામ નોર્મ્સમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસીંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણની પસંદગી થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશભાઈએ શાળા કક્ષાએ અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ ની યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આઇ ડી અને શાળાનો બ્લોગ પણ બનાવેલ છે, એમને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ મેળવેલ છે અને વિશ્વ વંદનીય સંત શ્રી પૂ મોરારિબાપુ નાં વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત “ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન” વિષય અન્વયે પરિસંવાદ, વિશિષ્ટ વક્તવ્ય તથા સારસ્વત સન્માન અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમ દિનેશ હોલ ટોરેન્ટ ફાર્મા પાસે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ. જેનાં ઉદ્ઘાટક પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (સ્થાપક પ્રમુખ, આર્ષ વિદ્યામંદિર રાજકોટ), મુખ્ય મહેમાન ડૉ. કુબેરભાઈ ડીંડોર (માન. શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય), વિશેષ ઉપસ્થિતિ શ્રી ભાગ્યશભાઈ જહા (માન. અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય, સાહિત્ય અકાદમી), શ્રી અનાર જયેશ પટેલ (સ્થાપક અને સંચાલિકા ક્રાફ્ટ રૂટ્સ એન્ડ ગ્રામશ્રી) અને વિશિષ્ટ વક્તવ્યો માં આદરણીય જ્યોતિબહેન થાનકી (વરિષ્ઠ લેખિકા, અભ્યાસુ વક્તા અને ચિંતક), શ્રી ડૉ. અરૂણભાઇ દવે (મેનેજિંગ ટ્રસ્ટી, લોકભારતી સણોસરા), શ્રી નલિન પંડિત (પૂર્વ નિયામક, જીસીઈઆરટી ગાંધીનગર) તથા “સારસ્વત સન્માન અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમ” આદરણીય રામનાથ કોવિંદજી (મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી – ભારત), અને શ્રી પ્રવીણ કે લહેરીજી (માન. પૂર્વ મુખ્ય સચિવ શ્રી, ગુજરાત સરકાર), ડૉ. શ્વેતાંક એમ પટેલ (ટ્રસ્ટી, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ), શ્રી મફતલાલ પટેલ (મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ) તથા ગુજરાત રાજ્યના શિક્ષણ જગતના વિદ્વાનો સારસ્વતો શિક્ષકો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણને આ સન્માન મળતા સમગ્ર શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ નરસીંગપુર તથા સમગ્ર મોચી સમાજ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવતા શુભેચ્છા પાઠવે છે.