Dang: ચીખલી ગામે બનેલો ચેકડેમ માટીનાં મિશ્રણથી પુરાઈ જતા ઢોર ઢાંકર સહિત લોકોનું જનજીવન ખોરવાયુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચીખલી ગામે સૌપ્રથમ બનાવેલ ગામનો ચેકડેમ કે જ્યા આખુ ગામ પાણીનો સદ ઉપયોગ કરતા હતા.પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદનાં ધોવાણથી માટી સાથેનાં મિશ્રણથી આખો ડેમ પુરાણ થઈ જવા પામ્યો છે.હાલમાં માટીનું પુરાણ થયેલ હોવાથી ચેકડેમમાં પાણીનો સંગ્રહ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેથી માર્ચ મહિનાની શરૂઆતમાં જ ચેકડેમ સુકાઈ જાય છે.અને ગ્રામજનો સહીત પશુઓને ઘણી તકલીફનો સામનો કરવાની નોબત ઉભી થાય છે.આ ચેકડેમ વર્ષોથી જર્જરીત થઈ પુરાણ થવા પામેલ છે.સાથે ચોમાસામાં વરસાદના કારણે નાના નાના ઝરણાઓનું પાણી વહીને સીધુ ચેકડેમમાં આવવાનાં પગલે માટી તથા કાંપ ધોવાઈને આવતા ડેમ માટીથી પુરાણ થઈ ગયેલ છે.જેનાં કારણે ડેમમાં પાણીનો સંગ્રહ પણ થઈ શકતો નથી.સાથે લોકો સહીત ઢોર ઢાંકરને પાણી માટે વલખા મારવા પડે છે.વધુમાં ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી છતા પણ તંત્ર ધ્યાને લેતુ નથી.અહી તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનોને ખેતીકામ માટે, પશુઓ માટે અને જનજીવનની સુખાકારી માટે ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે.તેમજ પાણી માટે કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. તંત્રને આવી ગરીબ આદિવાસીઓ પ્રજા પ્રત્યે કશું લાગણી ન હોય તેમ ગ્રામજનોને લાગી રહ્યું છે.હાલમાં ચેકડેમમાંથી માટીનાં પુરાણને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.જો આ લોકહિતની માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનાર સમયમાં ગ્રામજનો દ્વારા આંદોલનની તૈયારી પણ દાખવી હોવાનાં ભણકારા સાંભળવા મળી રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લા વહીવટ તંત્ર યોગ્ય ઉકેલ આપે તે જરૂરી બની ગયુ છે..