
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આઝાદીના અમૃત મહોત્સવ’ ના સમાપન ટાણે ‘મેરી માટી, મેરા દેશ’ અને ‘હર ઘર તિરંગા’ સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ
સમગ્ર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વઘઇ માં આવેલ આશાનગર ખાતે આવેલ ડિવાઈન ઇસ્ટીયુટ માં પણ ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં નર્સિંગ તથા લેબ ટેકનીશિયનના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢી ડીવાઇન ઇસ્ટીયુટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ ધ્વજવંદન કાર્યક્રમમાં વઘઇ ના માજી તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ કાંજીયા હસ્તે કરવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો, રાષ્ટ્ગીત,રાષ્ટ્ર ગાનો, વક્તવ્ય અને દેશ પ્રેમને લાગતા ગગન ભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુરેશભાઈ કાંજીયા વઘઇ ગામનાં આગેવાનો પ્રકાશભાઈ ગાંધી,ચંદ્રેશભાઈ પટેલ,હરુણભાઈ, લાલા ભાઈ, રહીમભાઈ હુનાણી અને ડીવાઇન ઇસ્ટીયુટ ના આચાર્ય હરિભાઈ સહિતના સ્ટાફગણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ઇસ્ટીયુટના આચાર્ય હરીભાઈ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.









