
તા.૦૯.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોશ
Limkheda:લીમખેડા નજીક આવેલા એક ગામ માંથી પીડિતા એ ફોન કરે ફરિયાદ નોંધાવી હતી
ત્યારબાદ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ જાણવા મળેલ કે તેઓના પતિ તેઓને નશાની હાલતમાં મારપીટ કરતા હતા. અને તેઓને આર્થિક રીતે પણ હેરાનગતિ કરતા હતા. તેમને ઘર ચલાવવા માટે પણ પૈસા ની જરૂર પડતી હતી પરંતુ તેઓ ઘણા સમયથી તેઓને પૈસા પણ આપતા ન હતા. જેથી પીડીતાના પતિને સમજાવ્યા કે તમારે બે બાળકો છે બંને બાળકોનો ખર્ચો ઉઠાવવાનો હોય છે. પીડિતા પણ બહાર કામ કરવા જાય છે. તો તમે કેમ કામ કરવા નથી જતા તમારા બાળકોની જવાબદારી તમારી પણ છે . તમારા પત્ની અને તમારા બાળકોને જીવન જરૂરિયાત વસ્તુ લાવી હોય તો તમે ન લાવી આપો. એ કોના જોડે માંગવા જાય અને ગામના આગેવાનો આવી અને પીડીતા પતિને સમજાવ્યા અને પીડિતાના પતિ સમજી ગયા જેથી તેઓ ફરી આવું ના કરે તે માટે તેઓએ બાહેધરી આપી અને સુખદ સમાધાન કરાવેલ છે.