GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાનું ગૌરવ એટલે મુસ્કાન શેખ 13 વર્ષની વયે અકસ્માત 10 વર્ષ પછી ડાબા હાથે કાર ડ્રાઈવ કરી MBBSની ડીગ્રી મેળવી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાનું ગૌરવ એટલે મુસ્કાન શેખ 13 વર્ષની વયે અકસ્માત10 વર્ષ પછી ડાબા હાથે કાર ડ્રાઈવ કરી MBBSની ડીગ્રી મેળવી

મારી દીકરીને નડેલા ગોઝારા અકસ્માતને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે  તેને આપની દુઆઓની જરૂર છે તેના માટે ખાસ દુઆ ની આશા રાખતો મુસ્કાન નો પરિવાર

       મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી

              તે મુસ્કાનને સાબિત કરી બતાવ્યું 

આજથી દસ વર્ષ પહેલા તારીખ 20 ફેબ્રુઆરી 2014 ના રોજ વડોદરા ની બ્રાઇટ સ્કૂલ માંથી જાંબુઘોડા પાસે આવેલા એક રિસોર્ટ પર પિકનિક માટે ગયા હતા પિકનિક થી પરત ફરતા શિવરાજપુર પાસે આવેલા ભાટ ગામ પાસે લક્ઝરી બસ પલટી મારતા આશરે 30 બાળકોને ઈઝા થઈ હતી તેમાં એક મુસ્કાન પણ હતી અકસ્માતના સ્થળે તેનો જમણો હાથ કોણીએથી કપાઈને છૂટો પડી ગયો હતો જે હાથેથી લખતી હતી એ જ હાથ ગુમાવ્યો હતો તે સમયે રસ્તા ઉપર જતા રાહદારી પાસેથી મોબાઈલ ફોન મેળવી ડાબા હાથ વડે મને ફોન કરી અકસ્માત બાબતે જણાવ્યું આઠમા ધોરણમાં ભણતી મુસ્કાન ની કાલી-કાલી ભાષામાં મારો હાથ ભાગી ગયો છે પપ્પા મને લેવા આવો તેમ જણાવ્યું હતું. હું અને મારા પત્ની વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે ની સેવા બજાવીએ છીએ. અમે ગાડી લઈ સીધા રેફલર હોસ્પિટલ હાલોલ પહોંચ્યા ત્યાં જોયું તો મુસ્કાનનો હાથ કોણીએથી છૂટો પડેલો હતો અને કપાયેલો તેમજ છુંદાયેલો હાથ આઈસ બોક્સમાં પેક હતો મુસ્કાન ની મમ્મી આ દ્રશ્ય જોઈ બેભાન થઈ ગયા મે મનને મજબૂત રાખી ને મુસ્કાનને એમ્બ્યુલન્સ મારફતે હું વડોદરા સ્થિત નવરંગ હોસ્પિટલમાં લઈ જતો હતો તે સમયે એમ્બ્યુલન્સમાં એક બીજો અન કોન્સિયસ બાળક હતો પોતાનું દુઃખ ભૂલી મુસ્કાન મને તેની બાજુમાં બેસી તેને ચડાવવામાં આવેલા બોટલનું ધ્યાન રાખવાનું કહ્યું અને વારંવાર મને કહેતી હતી કે પપ્પા મારો હાથ લાગી જશે ને ? મારો હાથ લાગી જશે ને ? હું હવે કેવી રીતે ભણીશ ? હવે હું ડોક્ટર કેવી રીતે બનીશ?આવા સવાલો  મુસ્કાન મને કરતી હતી પણ મારી પાસે તેનો જવાબ ન હતો. મારી આંખના આંસુ હું રોકી શક્યો નહીં ત્યારે મારી દીકરી એ મને હિંમત આપતા કહ્યું પપ્પા રડો નહીં અલ્લાહ નું નામ લો મારો હાથ લાગી જશે

અમે નવરંગ હોસ્પિટલ પહોંચ્યા મુસ્કાનના હાથનું ડ્રેસિંગ થયું? હાથ લાગશે એવી આશા હતી પણ ડોક્ટર મહેશ પટેલ સાહેબે મને જણાવ્યું. હાથ લાગી શકે તેમ નથી બસ મને હવે લાગ્યું કે મારી દીકરી ને હવે એક જ હાથે જિંદગી કાઢવી પડશે પણ મારી દીકરીની હિંમત ખૂબ જ હતી મને વારંવાર દીલાસો આપતી અને કહેતી મારા નસીબમાં ડોક્ટર બનવાનું હશે તો હું ડોક્ટર જ બનીશ. બનાવના ચોથા દિવસે જ મારી દીકરી એ હોસ્પિટલના બિછાના થી ડાબા હાથે લખવાનું શરૂ કર્યું અને સૌ પ્રથમ અલ્લાહનું નામ લખી શરૂઆત કરી નવમું અને દસમું ધોરણ બ્રાઇટ સ્કૂલમાં રેગ્યુલર ભણી દસમા ધોરણમાં લહિયો લીધા વિના ગુજરાતી માધ્યમમાં 99.92% પર્સન્ટાઈલ માર્ક 94 પરસંટેજ મેળવી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો મારી દીકરી એ એક મકામ પાર કર્યો હતો ત્યારબાદ સર્વમંગલ સ્કૂલ માં 11-12 સાયન્સ બાયોલોજી ગ્રુપમાં એડમિશન મેળવી ડોક્ટર બનવાના સપના ને સાકાર કરવા સાથે મેદાનમાં પડી 12 સાયન્સમાં 94% પર્સન્ટાઈલ મેળવી એમબીબીએસ ના પ્રવેશ માટેની નીટમાં વિકલાંગ (આપણા પ્રધાનમંત્રી  આપેલ શબ્દ દિવ્યાંગ) કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો ત્યારે અમને અને મુસ્કાનને એવું લાગ્યું હતું હવે મુસ્કાનનું ડોક્ટર બનવાનું સપનું ખૂબ જ નજીક છે પણ કુદરતને આ મંજૂર ના હતું એટલે મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ગુજરાતે મુસ્કાન નો એક હાથ ન હોવાના કારણે તેને મેરીટ લિસ્ટમાંથી ડીસ્કવોલીફાઈડ કરી હતી ત્યારે અમે બિલકુલ હિંમત હારી ગયા હતા પણ ત્યારબાદ અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હાઇકોર્ટમાં અમને ન્યાય મળ્યો નહીં એટલે કે અમારા કેસ ને ડિસમિસ કરી નાખવામાં આવ્યો ત્યારે અમે બિલકુલ હિંમત હારી ગયા હતા પણ પારુલ યુનિવર્સિટી વાળા પારુલ બેન એ મુસ્કાન ને બી એ એમ એસ (આયુર્વેદિક) માં એડમિશન આપ્યું હતું બી એ એમ એસ એડમિશન મળ્યા ને એક અઠવાડિયું થયું હતું અને મુસ્કાન મારા ખભા પર માથું મૂકીને રડી અને કહ્યું પપ્પા હવે હું એમબીબીએસ નહીં થઈ શકું આવો પ્રશ્ન કરતા અમે સુપ્રીમ કોર્ટમાં જવાનું વિચાર્યું અને સુપ્રીમ કોર્ટના એક વકીલ સાહેબ નો કોન્ટેક્ટ કર્યો અને તેમણે મને પહેલી સપ્ટેમ્બર 2018 ના રોજ જન્માષ્ટમીનો દિવસ હતો તે દિવસે હું મારી મુસ્કાન નો સુપ્રીમમાં કેસ દાખલ કરવા પ્રથમ વખત દિલ્હી પહોંચ્યો અને વકીલના નિવાસસ્થાને જઈ મુસ્કાનની તમામ પરિસ્થિતિ વર્ણવી વકીલ સાહેબે મુસ્કાન જોડે વિડીયો કોલ પર વાત કરી મુસ્કાન માટે તમામ પ્રયત્ન કરવાનો મને દિલાસો આપ્યો વકીલ સાહેબની મહેનતથી ખૂબ જ ટૂંકા સમયગાળામાં એટલે કે 18મી સપ્ટેમ્બર 2018 ના રોજ સુપ્રીમ કોર્ટે મુસ્કાન તરફી જજમેન્ટ આપ્યું કે મેરીટ ના આધાર પર મુસ્કાનને ચાલુ વર્ષે

એમ બી બી એસ માં એડમિશન આપવું જો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના એડમિશનની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હોય તો અગાઉના વર્ષમાં એક સીટ ઓછી કરી મુસ્કાનને ચાલુ વર્ષે જે કોલેજ માં એડમિશન લેવું હોય ત્યાં આપવું એવા ઓર્ડર બાદ તે સમયના આરોગ્ય કમિશનર  જયંતિ રવિ મેડમ ને રૂબરૂ મુલાકાત કરી તેમણે મેરીટ ના આધાર પર મુસ્કાનને એમ એસ યુનિવર્સિટી અંતર્ગત આવેલી ગવર્મેન્ટ બરોડા મેડિકલ કોલેજ(B M C)માં 251 મું (એ સમયે કુલ સીટ 250 હતી) એડમિશન આપવામાં આવ્યું એ સમયે મુસ્કાન અને અમારો પરિવાર અમારું કુટુંબ મારુ મિત્ર વર્તુળ, ખૂબ જ ખુશ હતા

મુસ્કાન નો અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી

ખૂબ જ મહેનત પછી ઓક્ટોબર 2023 માં 63 ટકા માર્ક મેળવી સફળતાપૂર્વક એમબીબીએસ પૂરું કર્યું છે અને હાલ તે બરોડા મેડિકલ કોલેજની એસ એસ જી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહી છે તારીખ 16 3 2024 ના રોજ તેને બરોડા મેડિકલ કોલેજ તરફથી એમબીબીએસ ની ડિગ્રી આપવામાં આવી એ સમયે તે પોતાની ઓટો કાર જાતે એક હાથે હંકારીને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે આવેલા ઓડિટોરિયમ માં ગઈ હતી એટલે વાંચનાર અને ફોરવર્ડ કરનારને એટલું કહીશ કે જો મુસ્કાન એક હાથે પોતાનું સપનું સાકાર કરી શકતી હોય તો આપણી પાસે તો બધું જ છે પણ મુસ્કાન જેવો ભણવાનો હોસલો રાખવો જરૂરી છે જે કોઈ ન કરી શકે તે  મુસ્કાને કરી બતાવ્યું છે. આજે ડોક્ટર ની ડીગ્રી મેળવી લીધી અને વાત્સલ્ય સમાચાર પણ મુસ્કાનને ખુબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button