GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 5 શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

તા.27/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતી સગીરા સાથે પાંચ આરોપીએ દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દેવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ હતી આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરીને નજીકના સંબંધી સહિત પાંચેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા વઢવાણમાં રહેતી એક સગીરા તેની દાદી અને ભાઇ સાથે રહેતી હતી તેના ભોળપણનો લાભ લઇને રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કેરાળીયા તેના ઘરે જઇને દુષ્કર્મ આચરતો હતો ત્યાર બાદ સમીર જહાંગીરભાઇ મલેક, શાહરૂખ જહાંગીરભાઇ મલેક, અલ્તાફ મીરજા અને અવેશ અબદુલ્લભાઇ ચૌહાણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓ સગીરાને મારી નાંખવાની ધમકી આપતા હતા સગીરાની તબીયત લથડતા તેને દવાખાને લઇ જવાઈ જ્યાં તપાસ કરતા તેને છ માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી હતી આથી પાંચ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું બહાર આવતા ગુનો દાખલ થયો હતો પરિણામે મહિલા પોલીસ મથકના પીઆઈ ટી બી હિરાણી સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ઘટનામાં રફિક ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કેરાળીયા, સમીર જહાંગીરભાઇ મલેક, શાહરૂખ જહાંગીરભાઇ મલેક, અલ્તાફ મીરજા અને અવેશ અબદુલ્લભાઇ ચૌહાણને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સગા ફુઆએ ભત્રીજીને શરીર સુખ માણી અને અવારનવાર સગીરા સાથે શરીર સુખ માણ્યું હતું ત્યારે આ કલંકિત ઘટનામાં ફુવાની પણ ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ વધુ નામો પણ ખોલવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે પોલીસ તટસ્થ પાણી તપાસ કરી અને અન્ય પણ જે સંડોવેલા હોય તેની પણ ધરપકડ કરે તેવી હાલમાં માંગણી ઊઠવા પામી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button