DAHODFATEPURAGUJARAT

દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસવડા એ ફતેપુરા પોલીસ મથકની મુલાકાત લીધી

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા

રિપોર્ટર- જુનેદ પટેલ

દાહોદ જિલ્લાના પોલીસવડા બલરામ મીણા ની બદલી થતા દાહોદ જિલ્લાના નવા પોલીસવડા તરીકે ડો.રાજદીપ સિંહ ઝાલા ની નિમણૂક કરવામાં આવી છ.આ પૂર્વે તેઓ અમદાવાદ એ.સી.પી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાતના મોરબી જિલ્લાના વતની છે.અમદાવાદ ખાતે ડીસીપી સાઇબર ક્રાઇમ તરીકેનો પદભાર પણ તેમણે સંભાળ્યો હતો.આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ વલસાડમાં એસ.પી તરીકે થઈ હતી ત્યારે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા ની બદલી થતાં દાહોદ જિલ્લાના નવા પોલીસવડા તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. અને તેઓએ વિધિવત રીતે દાહોદ જિલ્લા પોલીસવડા તરીકેનો પદભાર પણ સંભાળી લીધો છે. ત્યારે આજે તારીખ 3 ઓગસ્ટ 2023 ના રોજ તેઓએ ફતેપુરા પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને ફતેપુરા પોલીસ મથકનું નિરીક્ષણ કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button