આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


4 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-03 જુલાઈ ના રોજ પ્રાર્થના સભામાં અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધો -9 થી 12 ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ગુરૂ પૂર્ણિમા વિષે તથા જીવનમાં આદર્શ ગુરૂ વિષે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. સાથે સાથે શાળાના આચાર્યશ્રી અને અન્ય સ્ટાફ મિત્રોએ પણ ગુરૂ પૂર્ણિમા વિષે રોચક વાતો રજૂ કરી વિદ્યાર્થીઓના માનસ પર ગુરૂની અમીટ છાપ છોડી હતી. વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વાઈઝ બેસ્ટ ઓફ થ્રી નંબર આપી વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી તથા અન્ય સ્ટાફ મિત્રોના હસ્તે ચોપડા આપી પ્રોત્સાહિત કર્યા હતા.આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. જે બદલ પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવેલ.







