
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર અભયમ ટીમે 35 વર્ષિય મહિલા ને પરિવાર સાથે મિલન કરાવ્યું.

લુણાવાડા તાલુકાના ગામડામાંથી એક ત્રાહિત વ્યક્તિ દ્વારા 181 માં ફોન કરીને મહિલાને મદદ કરવા જણાવેલ હતું. જેની જાણ થતા ફરજ પર હાજર અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ મહિલા ને અજાણ્યા ટ્રક ચાલક પોતાની ટ્રકમાં બેસાડતા હતા મહિલાને અન ઇચ્છા એ બેસાડવાનો પ્રયત્ન કરતા. આથી ત્રાહિત વ્યક્તિએ અભયમ ટીમને ફોન કરેલ ત્યારબાદ મહિલાનું કાઉન્સિલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેઓના પતિને બીમારી છે તો તેમની દવા લાવવા માટે પૈસા માંગવા માટે ઘરેથી નીકળેલ પરંતુ રીક્ષા પંચર થઈ ગયેલ હોવાથી તેઓ ચાલતા ચાલતા જતા તો બાઈક પર એક અજાણ્યા ઈસમે બેસાડેલ અને અભદ્ર વર્તન કરતા તથા ખરાબ શબ્દો બોલતા હતા અને રાત્રી નો ટાઈમ હતો આથી મહિલા બાઈક ઉભી રાખી ઉતરી ગયેલ ત્યારબાદ ટ્રક ચાલક રસ્તા પરથી નીકળતા ટ્રકમાં બળજબરી બેસાડવાનો પ્રયત્ન કરતો હતો તો ત્રાહિત વ્યક્તિએ મહિલાને સુરક્ષા મળી રહે અને તેમની સાથે કંઈ ખોટું ના થાય તેમ વિચારી મહિલાની મદદ કરી મહિલાને પ્રાથમિક માહિતી પૂછી તેમના પતિને તેમની સોંપણી કરવામાં આવી તથા મહિલાને સલાહ તથા માર્ગદર્શન આપ્યું અને કાયદાકીય માહિતી આપી હતી.









