અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શામળાજીના દહેગામડાના ક્ષત્રિય સમાજનું કોંગ્રેસના ઉમેદવાર ને સમર્થન :રૂપાલાનો વિરોધ યથાવત

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી નો પ્રચાર પૂર જોશમાં ચાલે છે અને એક બાજુ રૂપાલાના નિવેદન ને લઇ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહયો તેની વચ્ચે ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસ ને સમર્થન આપવા સમર્થ બની છે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગામડાઓ માં પ્રચાર શરુ છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ભિલોડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અર્થ એ જોડાયેલા છે જેમાં ભિલોડાના શામળાજીના દહેગામડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા વગાડી તુષાર ચૌધરીનું સ્વાગત કરાયું હતું ત્યારે રૂપાલાનો વિરોધ આજે પણ યથાવત, ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રસ ને સમર્થન આપ્યું હતું વધુમાં કોંગ્રેસના ઉમેદવારનો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂર જોશમાં છે મોટાકંથારીયા, દહેગામડા, રામેળા સહીત અનેક ગામે પ્રચાર કરી મત મેળવવા હાલક કરી હતી અને રૂપાલાના વિરોધ ને લઇ દહેગામડાના પચાસથી વધુ ક્ષત્રિય આગેવાનો સહીત યુવાનોનું કોંગ્રેસ ને સમર્થન આપ્યું હતું









