GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શનીવારે કાલોલ ના આંગણે ફૂલફાગ રસીયા ના બે મનોરથ યોજાશે.વૈષ્ણવો મા ભારે ઉત્સાહ.

તારીખ ૧૪/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી શનિવારે કાલોલ ના આંગણે વલ્લભ કુળ પરિવાર ની ઉપસ્થિતિમાં ફુલ ફાગ હોળી રસીયા ના કાર્યક્રમો વૈષ્ણવ સમાજ દ્વારા યોજાનાર છે. કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ ના સાનિધ્યમાં ફુલ ફાગ હોળી રશિયા નો કાર્યક્રમ યોજાનાર છે જેમાં શ્રી દ્વારકાધીશ પ્રભુની દિવ્ય અને અલૌકિક શોભાયાત્રા સાંજે પાંચ વાગ્યે ગોપાલદાસ કાંતિલાલ ગાંધીના ઘરેથી (વલ્લભનગર થી)નીકળી નવાપુરા થઈ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પહોંચનાર છે જ્યાં સાંજે સાત કલાકે ફૂલ મંડળીમાં ઠાકોરજીના ભવ્ય દર્શન નો કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે ડેરોલ સ્ટેશનના શ્રીકૃષ્ણ ભજન મંડળ દ્વારા હોળીના રસીયાની રમઝટ જમાવશે. અને ત્યારબાદ સમસ્ત વૈષ્ણવ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગોવર્ધનનાથજીની હવેલી ખાતે “ખેલત વસંત વર વિઠલેશ “નાં કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.કાલોલ ના આંગણે કાલોલ પૂ.પા. ગો.૧૦૮ શ્રી અભિષેક લાલજી મહારાજ શ્રી ની આજ્ઞા એવમ માર્ગદર્શન હેઠળ શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ખાતે”ખેલત વસંત વિઠલેશ “ની અતિભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શનિવાર ના રોજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં વિવિધ મનોરથો કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ નંદાલય હવેલી માં બિરાજમાન પ્રભુચરણ શ્રી ગુંસાઈજી ના નિધિ સ્વરૂપ”શ્રી ગોકુલચંદ્રમાંજી પ્રભુ”ની શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે મંગલ પધરામણી છે. શ્રી પ્રભુ ને અતિ ભવ્ય સામેયા દ્વારા શનિવાર ના રોજ બપોરે ૪:૩૦ કલાકે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારી કિરીભાઇ ચંદ્રવદન મહેતા ના ઘરે થી નીકળી શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે પધારશે. આ મનોરથ માં ખાસ પુ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારેશલાલજી મહોદય શ્રી પધારવા ના છે . જે અંતર્ગત તા ૧૫/૦૩/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ બપોરે હવેલી માં સમસ્ત વૈષ્ણવ મંડલ ના પાઠ રાખવામાં આવ્યા છે.ત્યાર બાદ રસિયા ખાસ ઉપસ્થિત પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી દ્વારા કરવામાં આવશે.તા ૧૬/૦૩/૨૦૨૪ ના રોજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે બપોરે :૩૦ કલાકે સમસ્ત વૈષ્ણવ મંડળ ના પાઠ તેમજ શયનમાં બગીચામાં ફૂલફાગ રસિયા ના મનોરથ ના દર્શન સાંજે ૬:૦૦ કલાકે રાખવામાં આવેલ છે.ત્યાર બાદ મહાપ્રસાદ નું આયોજન પણ કરેલ છે. બન્ને પ્રસંગો મા મોટી સંખ્યામા વૈષ્ણવો હાજર રહે તેવી શક્યતા છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button