
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં શિક્ષકો સહિતના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના માટે માંગણી કરવામાં આવી રહી છે.તેમજ અનેક ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હોવા છતા પણ સરકારે દ્વારા અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલ નથી.જેના વિરોધમાં ડાંગ જિલ્લાનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર નવા સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ડાંગ જિલ્લાના શિક્ષકો તથા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે.અને ધરણા પ્રદર્શન કરીને પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે.તેમજ વહીવટી તંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નને લઈને કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ નથી. ત્યારે ડાંગ જિલ્લાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જૂની પેન્શન યોજનાની માંગણીને લઈને ગાંધીનગર નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યમાંથી હજારો કર્મચારીઓ સચિવાલય આગળ જૂની પેન્શન યોજનાની માંગણીને લઈને નારા લગાવતા જોવા મળ્યા હતા.કર્મચારીઓ દ્વારા પોતાનો અવાજ બુલંદ કરવા માટે નારા લગાવવામાં આવતા, પોલીસ દ્વારા હજારો કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસની ગાડીઓ કર્મચારીઓથી છલકાઈ ગયેલી જોવા મળી હતી.જો કે હજુ પણ હજારો કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધામા નાંખીને બેઠા છે.તેમજ જ્યાં સુધી જૂની પેન્શન યોજનાનો લાભ ન મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવામાં આવશે નહીં એવી ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે..





